BOB E-Mudra Loan Apply Online:બેંક ઓફ બરોડા ઈ-મુદ્રા લોન યોજના

BOB E-Mudra Loan Apply Online:દેશમાં નાગરિકોને વ્યવસાય અને ધંધો ચાલુ કરવા માટે સરકાર દ્વારા અલગ-અલગ યોજનાઓનો લાભ આપવામાં આવે છે.જેમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન દ્વારા નવો બિઝનેસ ચાલુ કરવા માટે સબસિડી પર લોન આપવામાં આવે છે.ગુજરાત સરકાર દ્વારા પણ વાજપાઇ બેન્કેબલ યોજના, SBI E-Mudra Loan ,પ્રધાનમંત્રી સ્વનિધી યોજના વગેરે દ્વારા નાગરિકોને લોન આપવામાં આવે છે.

શું તમે કોઈ ધંધો કે નવો વ્યવસાય ચાલુ કરવા માટે ઈચ્છા ધરાવો છો?અને તમારે તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો SBI e Mudra Loan આપી રહી છે.એવી જ રીતે BOB E-Mudra Loan Apply Online તમારી મદદ કરી શકે છે.જે લોકો પાસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સેવિંગ કે કરન્ટ એકાઉન્ટ હોય,તો તે બેંક ઓફ બરોડામાંથી 50,000 રૂપિયા સુધીની મુદ્રા લોન મેળવવા પાત્ર થશે

પ્રધાનમંત્રી મુદ્રા લોન દરેક બેંકમાં અલગ-અલગ રીતે આપવામાં આવે છે. જેમાં બેંક ઓફ બરોડાની બાબત એ છે કે,તેના માટે તમારે બેંકમાં રૂબરૂ જવાની જરૂર નથી.તેના માટે તમે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકો છો.બેંક ઓફ બરોડા પોતાના ગ્રાહકોને કોઈપણ ડોક્યુમેન્‍ટ વગર માત્ર 5 મિનિટમાં રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન આપી રહી છે.BOB e-Mudra Loan વિશે તમામ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે.

BOB E-Mudra Loan Apply Online

  • યોજનાનું નામ : પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના
  • આર્ટિકલનુ નામ : BOB e-Mudra Loan Apply Online
  • કોણે યોજનાની શરૂઆત કરી : દેશના પ્રધાનમંત્રી દ્વારા બિન-કોર્પોરેટ,બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસોને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે.
  • યોજનાનો ઉદ્દેશ : ભારતની નાના પાયાની કંપનીઓને વિકાસ કરવામાં અને સફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે.
  • સત્તાવાર વેબસાઇટ https://www.mudra.org.in/
  • BOB E-Mudra Loan : અહીં ક્લિક કરો

બેંક ઓફ બરોડા ઈ મુદ્રા લોન માટે મહત્વની બાબતો

તમને જણાવી દઈએ કે, ફક્ત લધુ ઉદ્યોગને આપવામાં આવે છે. તેના માટે તમારી પાસે ઓછામાં ઓછું બેંક ઓફ બરોડામાં 6 મહિના જૂનું ચાલુ કે બચત ખાતું હોવું જરૂરી છે. ઈ-મુદ્રા લોનની વધુમાં વધુ 5 વર્ષ માટે હોય છે. પરંતુ જો તમે 50,000 રૂપિયાથી વધારે લોન લેવા ઈચ્છો છો, તો તેના માટે તમારે બેંકની શાખામાં જવું પડશે અને જરૂરી પ્રક્રિયા પૂરી કરવી પડશે. તેના માટે તમારે અન્ય કેટલાક ડોક્યુમેન્‍ટ પણ આપવા પડશે અને બિઝનેસની વિગતો પણ આપવી પડશે.

પ્રધાનમંત્રી ઈ મુદ્રા લોન માટે અગત્યની બાબતો

પીએમ મુદ્રા ના નેજા હેઠળ, e-MUDRA એ લાભાર્થી સૂક્ષ્મ એકમ તથા ઉદ્યોગ સાહસિકની માટે લોન આપવામાં આવે છે. આ લોનમાં વૃદ્ધિ અને વિકાસ અને ભંડોળની જરૂરિયાતોના તબક્કાને દર્શાવવા માટે ‘શિશુ’,‘કિશોર’ અને ‘તરુણ’ નામના ત્રણ ઉત્પાદનો બનાવ્યા છે. ગ્રેજ્યુએશન આગલા તબક્કા માટે સંદર્ભ બિંદુ પણ પ્રદાન કરે છે.

આ લોન મેળવવા માટે જરૂરી  જરૂરી ડોક્યુમેન્‍ટ

  • તમારે તમારા Saving Account કે Current Accout નંબર અને બ્રાંચની વિગતો આપવાની રહેશે.
  • આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે કારોબાર કરો છો, તેનું સર્ટિફિકેટ આપવું જરૂરી છે.
  • તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક હોવા જોઈએ.
  • તેના ઉપરાંત GST નંબર અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્‍ટ પણ બેંકને બતાવવા પડશે.
  • જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો,જાતિ પ્રમાણપત્ર પણ આપવું પડશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

Bank of Baroda ના હાલના તેના ગ્રાહકોને રૂ. 50,000 સુધીની ઈ-મુદ્રા લોનની રકમ આપે છે. જેના માટે ઓનલાઇન એપ્લિકેશન તેમની અધિકૃત વેબસાઇટ પરથી અથવા Loan લિંક પર ક્લિક કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો. અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જમા ખાતું ઓછામાં ઓછા 6 મહિના માટે સક્રિય હોવું જોઈએ.

  1. સૌપ્રથમ Google માં e-Mudra Loan ટાઈપ કરો.
  2. જેમાં BOB ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને ‘Apply Now’ પર ક્લિક કરો.
  3. જેના પર ક્લિક કરવાથી “JanSamarth” નામનું નવું પેજ ખૂલશે.
  4. UIDAI દ્વારા ઇ-કેવાયસી હેતુઓ માટે અરજદારના આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો આપવાની રહેશે, કારણ કે લોન પ્રક્રિયા અને વિતરણ માટે e-KYC અને e-Sign OTP પ્રમાણીકરણ દ્વારા પૂર્ણ કરવાની જરૂર છે.
  5. એકવાર BOB ની ઔપચારિકતાઓ અને લોન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી, અરજદારને એક SMS પ્રાપ્ત થશે જે ઇ-મુદ્રા પોર્ટલ પર ફરીને આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે.
  6. લોન મંજૂર થયાના SMSની પ્રાપ્તિ પછી 30 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે.

મહત્વપૂર્ણ લીંક

BOB E-Mudra Loan : અહીં ક્લિક કરો

Helpline Number

  • Mudra Helpline:1800 180 1111 / 1800 11 0001
  • BOB Helpline Number: 1800 102 4455

2 thoughts on “BOB E-Mudra Loan Apply Online:બેંક ઓફ બરોડા ઈ-મુદ્રા લોન યોજના”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top